Placeholder canvas

હજજ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો…

મુસ્લિમ સમાજના સુખી સંપન્ન લોકો હજ માટે મક્કા-મદીના જતા હોય છે, મુસ્લિમ સમાજમાં મકાન મદીનાના ધાર્મિક પ્રવાસમાં જનાર લોકોને નસીબદાર સમજવામાં આવે છે. મકકા-મદીનાના પ્રવાસને હજજ કહેવામાં આવે છે. આ માટે ગુજરાત રાજ્યમાં હજ સમિતિ કાર્યરત છે.

આ વર્ષે હજ માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આજે પૂરી થતી હતી. આ પૂર્વે ફોર્મ ભરવાની તારીખમાં કોઈ વધારો નહીં કરવામાં આવે તેવી જાહેરાત હજજ સમિતિ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આજે હજજ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ ઇકબાલ સૈયદ અને સચિવે એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, હજ કમિટી ઓફ ઈન્ડિયાના તા. ૧૦-૦૩-૨૦૨૩ ના પરિપત્ર ક્રમાંક-૪ અન્વયે હજ વર્ષ-૨૦૨૩ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૦/૦૩/૨૦૨૩ હતી, તેની મુદ્દત વધારીને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૦/૦૩/૨૦૨૩ ના રોજ સાંજે ૫:૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો