મોરબી: રોંગ સાઈડમાં જતું બાઈક સ્લીપ થતા એક યુવકનું મોત.

મોરબી માળિયા નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં પુરપાટ વેગે જતા બાઈક ચાલકે રફ્તારની ગતિમાં બેફામ બનતા બાઈકનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું અને તેનું મોત નિપજ્યું હતું. જયારે બાઈકમાં તેની સાથે સવાર અન્ય યુવક ઘાયલ થયો હતો. સમગ્ર બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં મૃતક યુવકના પરિવારજન જીગરભાઈ મહાદેવભાઇ બેચરભાઇ જંજવાડીયાએ મોરબી તાલુકા પોલીસમાં દાખલ કરેલ ફરિયાદ અનુસાર તેમનો ભત્રીજો સુરેશભાઇ શીવાભાઇ જંજવાડીયા અને કેશવભાઇ રાજાભાઇ હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો રજી નંબર GJ-1-CF-8600 વાળુ ગઇ  ગુંગણ ગામના પાટીયા થી મોરબી તરફ જવા રવાના થયા હતા. એ વખતે સુરેશભાઇ બાઈક ચલાવતા હતા.

મોરબી માળીયા ને.હાઇવે પર કેલીબર પેપર મીલ થી આગળ રોડ ઉપર પહોંચતા સુરેશભાઈએ બાઈકને રોંગ સાઈડમાં હંકારી બેફીકરાઇ અને ગફલતભરી રીતે વધુ સ્પીડમાં ચલાવી પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા મોટર સાઈકલ સ્લીપ થયું હતું. જેથી સુરેશભાઇ અને કેશવભાઇ બન્નેને શરીરે ગંભીર ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં સુરેશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે કેશવભાઇ સારવાર હેઠળ છે.

આ મામલે પોલીસે ઇ.પી.કો કલમ-૨૭૯,૩૦૪(અ),૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૧૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો