Placeholder canvas

મોરબીના ડાંગર કરણએ જુનિયર યુપીએસસીની પરીક્ષા પાસ કરી.

“મન હોય તો માળવે જાય” એ ઉક્તિને ડાંગર કરણ એ સાર્થક કરી બતાવી છે. ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરીને હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-9 મા અભ્યાસ કરતા ડાંગર કરણ રણધીરભાઈ એ જી.એસ.ઈ.એસ.જીયો જુનિયર યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરેલ છે.

તેઓએ ડાંગર પરિવાર,સમગ્ર આહિર જ્ઞાતિ તથા મોટી બરાર ગામ અને મોરબીનું ગૌરવ વધારેલ છે. તેઓ ભવિષ્યમાં UPSC ની પરીક્ષા પાસ કરીને પ્રમાણિક અધિકારી બને એવી સૌ સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પરીક્ષા જવાહર નવોદયમાં અને મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ આપી શકે છે. તે માટે મહિનામાં બે લેકચર લેવા માટે યુપીએસસીના પ્રોફેસર આવે છે. આ લેક્ચરમાં મોડેલ સ્કૂલ અને જવાહર નવોદય વિદ્યાલયના બાળકોને કોઈ એક જગ્યાએ બોલાવવામાં આવે છે, આ એક્ઝામમાં દર મહિને એક વિષયની એક્ઝામ લેવામાં આવે છે, આમ એક વર્ષમાં 12 એક્ઝામ લઈ પરિણામ જાહેર કરવામાં આવે છે. આ એક્ઝામમાં 400 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવે છે. આ એક્ઝામનો સિલેબસ યુપીએસસી ટાઈપનો જ હોય છે, પણ જુનિયર લેવલનો હોય છે. જો સાવ ટૂંકમાં કહીએ તો યુપીએસસીની અત્યારથી જ તૈયારી આ એક્ઝામ દ્વારા કરવામાં આવે છે. અત્રે એ પણ ઉલ્લેખન્ય છે કે કોવિડ કાળ દરમિયાન આ લેક્ચરો ઓનલાઇન ચાલતા હતા જે હવે ઓફલાઈન શરૂ થયા છે.

આ સમાચારને શેર કરો