Placeholder canvas

જાણો દૂધીના ચમત્કારી ફાયદા, હદયરોગ, ડાયાબિટીસ જેવા 100થી વધુ જટિલ રોગો માટે છે રામબાણ…

કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે. દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે. દૂધીની તાસીર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખુબ જ સારું મનાય છે. દૂધીનું તેલ વાળ અને મગજને ઠંડક આપનારું હોય છે, ઘણા લોકોને દૂધી નું સેવન કરવું જરા પણ પસંદ હોતું નથી. પણ તેના ફાયદાઓ જ એટલા બધા છે કે આપણે તેને નજરઅંદાજ કરી જ નાં શકીએ.

દૂધીમાં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણ માં હોય છે. સાથે સાથે ફાઈબર પણ મળી રહે છે. દૂધી બે પ્રકારની આવે છે. મીઠી દૂધી અને કડવી દૂધી. માટે જયારે પણ દૂધીની ખરીદી કરવા જાઓ ત્યારે મીઠી દૂધીની ખરીદી કરવાની. દૂધીનું જ્યુસ શરીરમાં એનર્જી બનાવી રાખે છે જો તમે સવારે ઉઠીને કસરત કે પ્રાણાયામ કરતા હોવ છો તો કસરત કર્યાના અડધા કલાક પછી દૂધીનો રસ પીવો ફાયદા કારક સાબિત થાય છે.

દૂધીમાં રહેલી નેચરલ શુગર શરીરમાં ગ્લાય્કોઝીનના સ્તરને લેવલમાં રાખે છે અને શરીરમાં કારબોહાઈડ્રેટની ઉણપને પણ પૂરી કરે છે. જો તમને પેશાબમાં બળતરાની સમસ્યા છે તો દૂધીનું જ્યુસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે. પેશાબમાં એસીડનું પ્રમાણ વધી જવાથી બળતરા થતી હોય છે દૂધીનો રસ આ એસીડ ની માત્રા ને ઘટાડવામાં મદદ કરે છે અને બળતરા માં રાહત અપાવે છે.

જો કબજીયાતની સમસ્યા છે તો દરરોજ સવારે ભૂખ્યાપેટે દૂધીનું જ્યુસ પીવાથી અચૂક ફાયદો થાય છે. તેમાં રહેલું ફાઈબર પાચનતંત્ર ને મજબૂત બનાવે છે દૂધીમાં કેલરી અને ફેટનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે. તેથી જો તમે વજન ઘટાડવા માંગતા હો તો દૂધીનું જ્યુસ પીવાનું ચાલુ કરી દો, દૂધીમાં રહેલું ફાઈબર ભૂખને કન્ટ્રોલ માં રાખે છે, હૃદય ની બીમારીમાં દૂધીનું જ્યુસ પીવું ખુબજ લાભકારી છે.

દરરોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ દૂધીનો જ્યુસ પીવાથી હૃદય ના રોગીઓને ફાયદો થાય છે. જો તમને હમેશા માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો કડવી દૂધીના બીજના તેલ ને માથામાં લગાવવાથી રાહત મળશે. વાળ ખરવાની સમસ્યામાં દૂધી અને દૂધીનું તેલ ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

દૂધીને મીક્ષરમાં પીસીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે. શરદી અને ઉધરસના સાઈડ ઈફેક્ટને કારણે કાનમાં દુખાવો થતો હોય તો દૂધી ના નવશેકા તેલના એક થી બે ટીપા કાનમાં નાખવાથી રાહત થાય છે. જો તમારા દાંતમાં સડો થઇ ગયો છે તો દૂધીના વેલાની છાલ ને પીસી ને તેનું મંજન કરવાથી ફાયદો થાય છે.

જો કોઈપણ કારણે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો દૂધી નું સેવન કરવાથી ફાયદો થાય છે. અસંતુલિત જીવનશૈલીને કારણે આજકાલ હરસ ની સમસ્યા સામાન્ય બની ગઈ છે. મીઠી દૂધીના બીજ ને મીઠું નાખીને પીસીને દહીં સાથે ખાવાથી હરસ અને મસા માં ફાયદો થાય છે.

જંકફૂડ, અસંતુલિત ખાદ્યપદાર્થોનું સેવન, અસંતુલિત જીવનશૈલી ને કારણે પથરી થવાની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. દૂધીનું સેવન કરવાથી પથરી ને ઝડપ થી નીકાળી શકાય છે. મીઠી દૂધીના બીજ નાં ચૂર્ણ ને મધ અથવા બકરીના દૂધ સાથે લેવાથી સાત દિવસમાં જ કીડની સ્ટોન તૂટીને નીકળી જાય છે.

જો તમને પગ ના તળિયા માં બળતરા થવાની સમસ્યા છે તો દૂધી ને પીસીને પગ ના તળીયે લગાવવાથી બળતરા માં ફાયદો થાય છે. દૂધીના રસ ને શરીર પર લગાવવાથી શરીર ની બળતરા અને ખંજવાળ માં ફાયદો થાય છે. ખીલ ની સમસ્યામાં દૂધીના રસ માં લીંબૂ નો રસ મિક્ષ કરીને લગાવવાથી ખીલ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.

દૂધીનું જ્યુસ પીવાથી ડાયાબીટીશ કન્ટ્રોલ માં રહે છે. મીઠી દૂધી અને આંબળા ને પીસીને તેનું જ્યુસ પીવાથી ઝડપ થી રાહત મળે છે. દુધી નું જ્યુસ પીવાથી ફાયદો તો થાય જ છે પણ જો તમે કાચી અને કડવી દૂધીનું જ્યુસ પી લ્યો છો તો હાથ-પગ માં સોજા આવી શકે છે, નાક અને ચહેરા પર નાના નાના દાણા નીકળી શકે છે, અને તેમાં ખંજવાળ આવે છે વગેરે જેવી સમસ્યા થઇ શકે છે.

દૂધીમાં વિટામીન-ઈ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે પણ જો તમારા શરીર માં આ બન્ને નું પૂરતું પ્રમાણ છે તો દૂધી નું સેવન બહુ કરવું નહિ. દૂધીનો જ્યુસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થઇ શકે છે પરંતુ જો તમે વધારે માત્રા માં પીવા લાગશો તો તે શરીર માં પોટેશિયમ ના લેવલ ને વધારી દે છે અને બ્લડ પ્રેશર અચાનક જ ઘટી જાય છે અને હાઈપોર્ટેશન નામની બીમારીનો ભોગ બનવો પડે છે.

આ સમાચારને શેર કરો