Placeholder canvas

મધમાખીનો હુમલો: ખેતરમાં કપાસ વીણી રહેલા 15 મજૂરોને કરડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.

લીંબડી તાલુકાના સમલા અને લક્ષ્મીસર ગામ પાસે ખેતરોમાં કપાસ વીણી રહ્યા હતા. ત્યારે તેવા સમયે અચાનક ખેતરમા મધ ઉડવાના કારણે મધમાખીઓના ઝુંડ ખેતરમા ઉતરી પડ્યા હતા અને કપાસ વીણી રહેલા મજૂરોને ચારે બાજુ ઝપટમા લઈ લીધા હતા. ત્યારે ખેતરમાં કપાસ વીણી રહેલા 15 જેટલા મજૂરોને મધમાખીઓ ચોંટી હતી.

મધમાખીઓ કરડતા મજૂરોને તાત્કાલિક અસરે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર આપવામાં આવી હતી. જ્યાં પાંચ જેટલા મજૂરોને મધમાખીઓ કરડવાના કારણે રિએક્શન પણ આવ્યું હતું. ત્યારે ઉનાળાની સિઝનમાં જ્યારે ખેતરોમા વીણા જ શરૂ થાય છે. ત્યારે અનેક જગ્યાએ અનેક ખેતરોમાં આવી ઘટનાઓ પણ સામે આવી છે.

આ સમાચારને શેર કરો