Placeholder canvas

વાંકાનેર વિધાનસભા બેઠક પર ભાજપમાં બળવો:ક્ષત્રિય અને કોળી સમાજ લડવાના મુડમાં

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીમાં પક્ષો પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે ત્યારે પક્ષમાં અંદરો અંદર બળવા થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે, આવી જ ઘટના મોરબી જિલ્લાની 67 વાંકાનેર વિધાનસભા બેઠક પર ઘટી છે.

વાંકાનેરમાં ભાજપની છેલ્લા ત્રણ વર્ષથી બાગડોળ સંભાળનાર અને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા અને તેમનું જૂથની વિધાનસભાના ટિકિટમાં અવગણના કરવામાં આવી છે. તેમની સામે ક્ષત્રીયસમાજ અને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોળી સમાજના આગેવાનો વચ્ચે મીટીંગ થઈ હતી એ જ રીતે આજે સાંજના સમયે ગરાસીયા બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજની આગેવાનોની મિટિંગ થઈ હતી જેમાં હવે ‘યુદ્ધ એજ કલ્યાણ’નો નિર્ધાર કરવામાં આવ્યો છે અને ભાજપ સામે બળવો કરીને વાંકાનેરમાં ભાજપના ઉમેદવારને હરાવવા માટે મેદાનમાં ઉતર્યા છે.

આ બળવાનને અનુસંધાને આજે વાંકાનેર મહારાણા અને વાંકાનેરના ભાજપના મુખ્ય અગ્રણી એવા કેસરીદેવસિંહજી ઝાલા એ વાંકાનેર વિધાનસભાની બેઠકની ચૂંટણીનું અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ઉપાડેલ છે. જો પક્ષ ન્યાય નહિ આપે તો તેઓ ભાજપ સામે અપક્ષમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતરવાનો નિર્ણય કરેલ છે. આમ વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા જેમને લોકો પ્રેમથી ‘બાપા’ કહે છે. વાંકાનેર બેઠક પર ‘બાપા’એ બળવો કરેલ છે.

આ સમાચારને શેર કરો