Placeholder canvas

વાંકાનેરમાં 5મી જાન્યુઆરીએ ‘આયુષ મેળો’ વિનામૂલ્યે આયુષ નિદાન, સારવાર કેમ્પ…

આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના સંકલન તથા જિલ્લા વિકાસ અધિકારી-મોરબીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્રારા આગામી તા. 5મી જાન્યુઅરીને ગુરુવારના રોજ પટેલ વાડી, વાંકાનેર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

વાંકાનેર મુકામે પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આયુષ મેળાનું આયોજન થવા જઇ રહયુ છે. તો આ પ્રસંગે આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મેળવવા તેમજ વિવિધ આયુષની આરોગ્ય પધ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી આરોગ્ય પ્રાપ્તિ માટેના આ કાર્યક્રમનો વાંકાનેર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની જાહેર જનતાએ ખાસ લાભ લેવાનું આમંત્રણ આપવામાં આવેલ છે.

આ આયુષ મેળામાં તમામ રોગો માટે આયુર્વેદ નિદાન-સારવાર કેમ્પ, તમામ રોગો માટે હોમીયોપથીક નિદાન-સારવાર કેમ્પ, વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન, દિનચર્યા, ઋતુચર્યા, વિરૂધ્ધ આહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓની સમજ આપતુ પ્રદર્શન, ૦ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવા, હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર, સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા, સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ – “હર્બલ ડ્રીંક”નુ વિતરણ, ઋતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટી, આર્સેનિક આલ્બમનું વિતરણ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવનાર છે.

🌼 આયુર્વેદ તથા હોમીયોપેથી નિઃશુલ્ક સારવાર 🌼
➡️ પાચનતંત્રના રોગો : અપચો, ગેસ કબજીયાત, એસીડીટી, હરસ-મસા, ભગંદર, કૃમિ, ભુખ ન લાગવી વગેરે.
➡️ શ્વસનતંત્રના રોગો : શ્વાસ, એલર્જી, જુની શરદી, ઉધરસ, સાઇનસ વગેરે.
➡️ ચામડીના રોગો : ધાધર, ખરજવું, શિળસ, એલર્જી, ખીલ, સોરીયાસિસ વગેરે.
➡️ સ્ત્રી રોગો : સ્ત્રીઓની માસિકની તકલીફ, સફેદ પાણી પડવુ, વંધ્યત્વ વગેરે .
➡️ સાંધાના રોગો : સંધિવા, ગઠીયો વા, ફરતો વા, સાઇટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે.
➡️ જીવનશૈલી જન્ય રોગો : ડાયાબીટીસ(મધુપ્રમેહ), થાઇરોઇડ, સ્થૂળતા, બ્લડપ્રેશર વગેરે.
🌼 આયુષ મેળાની વિશેષતાઓ 🌼
➡️ આયુર્વેદ નિષ્ણાંત દ્વારા નાડી પરિક્ષણ અને પ્રકૃતિ પરિક્ષણ,
➡️ જુના સાંધા અને સ્નાયુના રોગોમાં તાત્કાલીક લાભકારક મર્મ ચિકિત્સા તથા અગ્નિકર્મ ચિકિત્સા.
➡️ બી.પી., ડાયાબીટીસ, થાઇરોઇડ, સ્થૂળતા જેવા જીવનશૈલી જન્ય રોગો તેમજ માનસીક રોગો માટે યોગ નિષ્ણાંત દ્વારા યોગ માર્ગદર્શન.
➡️ વૃધ્ધાવસ્થાજન્ય રોગોની વિશેષ સારવાર.
➡️ રસોડાના ઔષધોની ઉપયોગીતા અંગે માર્ગદર્શન.
➡️ આયુર્વેદીક જીવનપધ્ધતી અપનાવવા બાબતે દિનચર્યા, ઋતુચર્યા, વિરૂધ્ધ આહાર વગેરે બાબતોનું ચાર્ટ પ્રદર્શન દ્વારા માર્ગદર્શન.
➡️ રોગ પ્રતિકારક શકિત વર્ધક ઉકાળા અને ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ.
➡️ જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુર્વણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે.

નોંધ.:- જે દર્દી સારવાર લેવા માંગતા હોય એમને 9 વાગે સ્થળ પર આવી રેજીસ્ટ્રેશન કરાવું જરૂરી છે.

આયુષ મેળો
(આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ)
સ્થળ: પટેલ વાડી,મિલપ્લોટ, રેલ્વે સ્ટેશનરોડ,વાંકાનેર
તા. 05/01/2023 ને ગુરુવાર
સમય: સવારે 9 થી 3:30 વાગ્યા સુધી
આ સમાચારને શેર કરો