Placeholder canvas

રાજકોટમાં એક જ દિવસમાં દારૂ ભરેલ બે ટ્રક ઝડપાયા !!

રાજકોટ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે. રાજકોટમાં દારૂની હેરાફરીનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે હિરાસર GIDCમાં દારૂનો જથ્થો ઝડપાયો છે તેમજ એરપોર્ટ પોલીસે દારૂનો જથ્થો ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે. રાજકોટમાં એક જ દિવસ બે ટ્રક ભરીને દારૂ પકડાયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે હીરાસર GIDCમાં 800 પેટી દારૂ પકડ્યો તો એરપોર્ટ પોલીસે પણ ઘાસની આડમાં જતા દારૂના જથ્થા સાથે ટ્રક પકડી છે.

રાજ્યમાં દારૂનું દૂષણ ડામવા પોલીસ સક્રિય બની છે. આજે બે ટ્રક ભરીને દારૂ પકડાયો છે. રાજકોટમાંથી પોલીસે 2 ટ્રક ભરીને દારૂ પકડ્યો છે. જેમાં અનેક જગ્યાએ દરોડા પાડી લાખોનો દારૂ પકડાયો છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે પણ બૂટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા જોવા મળે છે ત્યારે પોલીસ એક્શન મોડમાં આવીને આજે રાજકોટમાં એરપોર્ટ પોલીસે દારૂનો જથ્થો ભરેલી 2 ટ્રક ઝડપી પાડી છે. તેમજ હિરાસર GIDCમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડી દારૂ ઝડપી પાડ્યો છે.

આ સમાચારને શેર કરો