Placeholder canvas

વાંકાનેર: દોશી કોલેજમાં N.C.C.ના કેડેટોને હથિયાર અને મેપ રીડિંગની તાલીમ અપાય.

વાંકાનેર: દોશી કોલેજના એન.સી.સી.ના કેડેટોને જુદા જુદા હથિયારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. તેમજ જુદી જુદી રાયફલ કઈ રીતે કામ કરે છે કેટલા ભાગમાં ખોલવામાં આવે છે કઈ રીતે તેને જોડવામાં આવે છે રાયફલ સાથે પરેડ, રાઇફલ સાથે સેલ્યુટ, રાઇફલ સાથે સલામી અને ફાયરિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની પૂરતી માહિતી તેમજ મેપ રીડિંગમાં કઈ રીતે મેપ સેટીંગ કરાય છે તેમજ કંપાસ કઈ રીતે કામ કરે છે તેની સંપૂર્ણ માહિતી 26 ગુજરાત બટાલિયન એન.સી.સી. સુરેન્દ્રનગર થી ચાર આર્મી ઓફિસર અને એન.સી.સી. ઓફિસર કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડા દ્રારા આપવામાં આવી હતી.

પ્રિન્સિપાલ ડૉ. વાય.એમ.ચુડાસમા અને કેપ્ટન ડૉ. વાય.એ.ચાવડાના માર્ગ દર્શનમાં આ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

ફેસબુક:-
કપ્તાન ન્યૂઝનું facebook પેજ લાઈક અને ફોલો કરો.
https://facebook.com/kaptaannews

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો… https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx
મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો