વાંકાનેર: અમરસિંહજી હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક અશોક પટેલ વયમર્યાદાના કારણે નિવૃત થયા.

વાંકાનેર અમરસિંહજી હાઇસ્કુલના વ્યાયામ શિક્ષક અશોકકુમાર મગનલાલ પટેલ વય મર્યાદાના કારણે આજે નિવૃત્ત થયા એમને શાળા પરિવાર તરફથી વિદાય આપવામાં આવી હતી.

અશોક પટેલે તેમની કારકિર્દીની જીવનની શરૂઆત ૦૧-૦૭-૧૯૯૬ ના રોજ શ્રી અમરસિંહજી હાઇસ્કૂલ વાંકાનેરમાં વ્યાયામ શિક્ષક તરીકે શરૂકરી, શાળામાં સ્ટાફ તથા વિદ્યાર્થીઓના વચ્ચે શિક્ષણની સાથે જીવનના ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખ્યા. રમત-ગમતની સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં સારી એવી જહેમત ઉઠાવી ઉમદા કાર્ય કર્યું.

પટેલ સાહેબે પોતાની શાળમાં બેડમીન્ટન, હોકી, ટેનીકોઇટ, તરણ અને કબડ્ડી જેવી રમતોમાં તેમજ કલા મહાકુંભમાં રસ દાખવી વિદ્યાર્થીઓને નેશનલ કક્ષા સુધી પહોંચાડવા ભારે જહેમત ઉઠાવી હતી.

પારિવારીક જવાદારીઓને બખૂબી નિભાવતા તેમજ કેટ કેટલાના જીવનમાં પ્રકાશ પાથરનારા એવા સતત કાર્યશીલ પ્રવૃતિઓ ધરાવનારા અશોકકુમાર મગનલાલ પટેલે રમત-ગમત જગતમાં સતત ૨૮ વર્ષની સેવા બાદ વમર્યાદાના કારણે સેવામાંથી નિવૃતિ થયા છે ત્યારે શાળા પરિવાર, શિક્ષક મંડળ અને મિત્રોએ તેમનું શેષ જીવન દીર્ઘ અને નિરામય અને સદાચ સમૃધ્ધિથી ભરપૂર બની રહે તેવી શુભેચ્છા. પાઠવી હતી.

અશોક પટેલને વિદાય આપવા માટે એક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરસિંહજી હાઇસ્કૂલના આચાર્ય આર.જે.મકવાણા, જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન તેમજ નાકીયા સાહેબ, હુંબલ સાહેબ, પટોડી સાહેબ, બાદી સાહેબ, વડાવીયા સાહેબ અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહીને સાથી શિક્ષક અને મિત્રને વિદાય આપી હતી. આ પ્રસંગે નિવૃત થતાં અશોક પટેલ સાથી શિક્ષકો અને મિત્રોની લાગણીથી ભાવવિભોર થઇ ગયા હતા.

અશોક પટેલ પરિવારમાં તેમના પત્ની ઉપરાંત બે સંતાનો છે જેમાં મોટો પુત્ર વલસાડ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપે છે અને નાની પુત્રી ભાવનગર BAMS માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. હાલમાં અશોક પટેલ પોતાના વતનમાં છે અને ત્યાંજ પોતાનું શેષ જીવન વિતાવવાના છે. પોતાની ખેતીવાડી ઉપરાંત બને તેટલા સામાજિક, શૈક્ષણિક અને શારીરિક કામ કરવામાં વિતાવશે. કપ્તાન સાથે મિત્રતા ધરાવતા અશોક પટેલ ભલે એક શિક્ષક તરીકે નિવૃત થયા પણ જીવનમાં ક્યારેય નિવૃત્ત ન થાય અને તેમના અનુભવનો લાભ વતનને મળતો રહે એ જ મહેચ્છા સાથે… કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ… (અશોક પટેલ – 82004 96785)

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો