Placeholder canvas

ડિસેમ્બરમાં રાજયકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા ચોટીલામાં યોજાશે.

ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ડિસેમ્બર -2022માં ચોટીલા મુકામે ગુજરાત રાજ્યનાં યુવક અને યુવતીઓ માટેની રાજ્ય કક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધક ભાઈઓ / બહેનો જુનીયર વિભાગમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો સુરેન્દ્રનગર જિલ્લા રમત – ગમત કચેરીના બ્લોગ dsosnr.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા 7359773810 નંબર પર વોટ્સએપ મારફત ફોર્મ મેળવી શકાશે.

દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરી જરૂરી સહિ સિક્કા સાથેનું ફોર્મ તથા જરૂરી આધાર પૂરાવાની નકલ જોડી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર ખાતે તા.30/11/ 2022 ના સાંજે 5:00 વાગ્યા સુધીમાં રૂબરૂ /કુરિયર / પોસ્ટ મારફતે પહોંચતા કરવાના રહેશે. નિયત મર્યાદામાં સ્પર્ધકો ભાગ લઇ શકશે જેથી નિશ્ચિત સંખ્યા કરતા વધારે ફોર્મ થશે એવા સંજોગોમાં વહેલા તે પહેલાના ધોરણે આવેલ ફોર્મવાળા સ્પર્ધકો ભાગ લઇ શકશે. આ ઉપરાંત અધુરી વિગત વાળા તથા ખોટી માહિતી વાળા ફોર્મ રદ કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

રાજય સરકાર દ્વારા દર વર્ષે શીયાળાના સમયમાં આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે. રાજય કક્ષાની આ સ્પર્ધામાં અગાઉ ગીરનાર અને પાવાગઢ સહીતના ડુંગરોનો જ સમાવેશ થતો હતો. પરંતુ રાજય સરકારે ચાર વર્ષ પહેલા ઝાલાવાડના ચોટીલામાં પણ આ સ્પર્ધાનું આયોજન કરવાનું શરૂ કર્યુ છે. જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓના વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજીત આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વય ધરાવતા ભાઈ-બહેનો ભાગ લઈ શકે છે. ત્યારે આ વર્ષે આગામી ડીસેમ્બર માસમાં આ સ્પર્ધા યોજાનાર હોવાની જાહેરાત જિલ્લા રમતગમત અધીકારી દ્વારા કરાઈ છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/HXcZmc55kbhLi4yr9UOSt2
આ સમાચારને શેર કરો