Placeholder canvas

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનામાં તપાસનીશ અધિકારી દ્રારા ચીફ ઓફિસરની પૂછપરછ…

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં આજથી તપાસ વેગવંતી બની હોવાના અણસારો મળે છે, તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલા દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં પુલ રીનોવેશન કરવાની સાથે સાર સંભાળની જવાબદારી લેનાર ઓરેવા કંપનીના બે મેનેજર સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ અને ધરપકડ બાદ તપાસનો દૌર આજે આગળ વધ્યો હોય તેમ નાયબ જિલ્લા પોલીસવડા અને તપાસનીશ અધિકારી દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ સમાચારને શેર કરો