Placeholder canvas

ઉત્તરાયણ નિમિત્તે ગાયોના લાભાર્થે દાન આપવા વાંકાનેરના ફળેશ્વર મંદિરની અપીલ

વાંકાનેર : વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા ઉત્તરાયણના દિવસે વાંકાનેર અને મોરબી શહેરમાં વિવિધ સ્થળોએ ગૌમાતાના લાભાર્થે ફાળો ઉઘરાવવા માટે સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

વાંકાનેરના પૌરાણિક ફળેશ્વર મહાદેવ મંદિરમાં ચાલતી ગૌશાળા દ્વારા આગામી તારીખ 14ને મકરસંક્રાંતિએ શુક્રવારના રોજ ગાય માતાના લાભાર્થે જડેશ્વર રોડ પર ફળેશ્વર મહાદેવ મંદિરે, આરોગ્યનગર, માર્કેટ ચોક, જીનપરા ચોક, બાપુના બાવલા પાસે, મંડપ ભાટિયા સોસાયટી, વીશીપરા અને ધર્મનગર સોસાયટી, મહાદેવ નગર, કિશાન સોસાયટી, હરિ પાર્કમાં ફાળો ઉઘરાવવા માટે સ્ટોલ નાખવામાં આવશે.

આ ઉપરાંત, રામકૃષ્ણનગરમાં દેવુભાઇની દુકાનની બાજુમાં એક મંડપ રહેશે, જ્યાં દેવુભાઇનો કોન્ટેક કરી શકાશે. તેમજ હિતેષભાઇ રાચ્છ હસ્તક પણ સ્ટોલ રાખેલ છે. ફળેશ્વર મહાદેવ સેવા સમિતીના સંચાલક વિશાલભાઈ પટેલનો મો. 98250 30479 ઉપર વધુ માહિતી માટે સંપર્ક કરી શકાશે. તેમજ મોરબીમાં પણ ફળેશ્વર મહાદેવ મંદિરના બે જગ્યાએ મંડપ નખાય છે. જેમાં લીલા લહેર આશ્રમ અને બાપા સીતારામ ચોક ખાતે સ્ટોલ કરવામાં આવશે.

વધુમાં, કોઈને બહારગામથી ગાય માતા માટે ફાળો નોંધાવવો હોય તો બેન્ક ખાતામાં જમા કરાવી શકશે. જેમને પહોંચ પણ મોકલવામાં આવશે. તેમજ દરેક મંડપ ઉપર કેશલેસ પેમેન્ટની સુવિધા પ્રોવાઇડ કરવામાં આવશે. ઓનલાઇન ગૂગલપે, ફોનપે, એમઝોનપે, પેટીએમથી પેમેન્ટ સ્વીકારવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો