વાંકાનેર: આજે તાલુકામાં કોરોનાના બે કેસ પોઝિટિવ આવ્યા…

વાંકાનેર તાલુકા તેમજ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસ ના કોઈ કેસ નહોતો ત્યારે આજે વાંકાનેર તાલુકામાં પોણા બે કેસ સામે આવ્યા છે.

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે આજે એક ૨૬ વર્ષીય પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બીજો વાંકાનેર તાલુકાના ઢૂવા ગામમાં સીરામીક એરિયામાં એક ૩૫ વર્ષીય પુરુષ નો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે.

આમ ઘણા દિવસોથી વાંકાનેરમાં કોરોનાનો કોઈપણ કેશ નહોતો જે આજે એક જ દિવસમાં બે કેસ આવતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે અને વધુ ટેસ્ટિંગ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો