વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 97.31 અને વેપાર વિભાગમાં 96.55 ટકા મતદાન
છેલ્લી કલાકમાં છેલ્લા મત માટે થઈ માથાકૂટ, કોંગ્રેસ અને ભાજપના આગેવાનોની મધ્યસ્તીથી કોઈ મોટો બનાવ ન બન્યો, શાંતિ
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ની આજ ની ચૂંટણીમાં શરૂઆતમાં ઠંડીના કારણે દોઢેક કલાક નિરસ મતદાન રહ્યું હતું પરંતુ ત્યાર પછી મતદાન ની એવરેજ સતત વધારો થતો રહ્યો હતો સાંજ પડતા-પડતા વેપાર વિભાગમાં 96 55 ટકા અને ખેડૂત વિભાગમાં ૯૭.૩૭ ટકા મતદાન થયું હતું.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગમાં કુલ 671 મત હતા જેમાંથી 653 મત પેટીમાં પડ્યા આમ આ વિભાગમાં ૯૭.૩૧ ટકા મતદાન થયું જ્યારે વેપાર વિભાગમાં કુલ ૨૦૩ મતો હતા જેમાંથી 196 મતો મતપેટીમાં પડ્યા આમ આ વિભાગમાં ૯૬.૫૫ ટકા મતદાન થયું હતું.
હવે આ થયેલ મતદાનની મતગણતરી આવતીકાલે માર્કેટિંગ યાર્ડ ની ઓફીસ પર સવારે 9:00 ગણતરી શરૂ થશે, જેમનું સંપૂર્ણ પરિણામ આવતા આશરે બપોરના અઢી થી ત્રણ વાગી જશે તેવો અંદાજ છે. ચૂંટણી બાદ કોંગ્રેસ અને ભાજપના આગેવાનોએ પોતાની જીતનો દાવો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેપારી વિભાગમાં અને સંઘ-પ્રોસેસિંગમાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.જ્યારે ખેડૂત વિભાગમાં ઉમેદવારમાંથી કોના કેટલા ઉમેદવાર જીતે છે? તેના ઉપર આધાર રહેશે અને જેમની પાસે સભ્ય સંખ્યા દસ સુધી પહોંચે તે સત્તા સ્થાને આવશે.
આજે ચૂંટણી દરમિયાન છેલ્લી કલાકમાં એક મત દેવા જવા માટે માથાકૂટ થઇ હતી ત્યારે કોંગ્રેસ અને ભાજપના આગેવાનોની મધ્યસ્થીતીથી અને પોલીસે બાજી સાંભળી લેતા મોટી માથાકૂટ થતી અટકી હતી. ત્યારબાદ શાંતિથી પાંચ વાગ્યે મતદાન પૂરું થયું હતું.