વાંકાનેર માર્કેટીંગ યાર્ડની ચુંટણીનું પરિણામ એક વર્ષ બાદ સોમવારે જાહેર થશે…
એક વર્ષ જેટલી લાંબી ચાલેલી કાનુની કાર્યવાહી પછી નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ આગામી સોમવાર ફાયનલ પરિણામ જાહેર કરાશે….
વાંકાનેર: ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં વાંકાનેર માર્કેટીંગ યાર્ડની સામાન્ય ચુંટણી યોજવામાં આવી હતી, જેમાં બે પેનલો વચ્ચે ખેડૂત વિભાગની દસ બેઠકો પર મતગણતરી બાબતે કાનુની દાવપેચ શરૂ થતાં મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં આ કેસ બાબતે ગઇકાલે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો જેથી મોરબી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા આગામી તા. ૧૩/૦૨/૨૦૨૩, સોમવારના રોજ વાંકાનેર માર્કેટીંગ યાર્ડની ખેડૂત વિભાગની દસ બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવશે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત જાન્યુઆરી મહિનામાં વાંકાનેર માર્કેટ યાર્ડની સામાન્ય ચુંટણી યોજાઈ હતી, જેમાં ખેડૂત વિભાગની દસ બેઠકો પર બે પેનલો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. જેમાં ગત તા. ૧૧/૦૧/૨૨ ના રોજ મતદાન અને ૧૨/૦૧/૨૨ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પલાસ, પંચાસીયા અને તિથવા મંડળીના મતો બાબતે કાનુની દાવપેચ શરૂ થતાં મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં ગઇકાલે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેસ બાબતે ચુકાદો જાહેર કરતાં મોરબી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા વાંકાનેર માર્કેટીંગ યાર્ડની ખેડૂત વિભાગની દસ બેઠકોના પરિણામ આગામી તા. ૧૩/૦૨/૨૦૨૩, સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે જાહેર કરવામાં આવશે….
ખેડૂત વિભાગની દસ બેઠકોના પરિણામ બાદ ચિત્ર સ્પષ્ટ થશે….
વાંકાનેર માર્કેટીંગ યાર્ડની ચુંટણી બાબતે હજુ સુધી ફક્ત વેપારી વિભાગની ચાર બેઠકો અને સંઘની એક બેઠકોના પરિણામ જાહેર થયા હોય જેમાં હજુ ખેડૂત વિભાગની દસ બેઠકોના પરિણામ જાહેર કરવાના બાકી હોવાથી ખરૂ ચુંટણી ચિત્ર ખેડૂત વિભાગની દસ બેઠકોના પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે કે વાંકાનેર યાર્ડમાં કોનું શાસન સ્થાપિત થશે….
વેપારી વિભાગની ચાર અને સંઘની એક બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો વિજેતા થયા હતા.
વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં વેપારી વિભાગની કુલ ચાર બેઠકોમાંથી ચારે ચાર બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવાર વિજેતા થયા હતા, જ્યારે ખરીદ-વેચાણ સંઘની એક બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે, એટલે કે અત્યાર સુધીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ પાંચ બેઠકો પર વિજેતા બની છે. જ્યારે ખેડૂત પેનલમાં હાઇકોર્ટના ચુકાદાબાદ પરિણામ જાહેર થશે તેમાં ભાજપના ચાર સભ્યો ચૂંટાય આવે તેવી શક્યતાઓ છે.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગના 10 સભ્યો, વેપારી વિભાગના 4 સભ્યો, સંઘના 1 સભ્ય અને 3 સરકારી પ્રતિનિધિઓ આમ કુલ 18 સભ્યોની બોડી હોય છે. જેમાં સત્તા મેળવવા માટે 10 સભ્યો હોવા જરૂરી છે..