લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત: કારનું પડીકું વળી ગયું, ચારનાં મોત

આ અક્સમાત એટલો ગોઝારો હતો કે, આખી ઇકો કારનું કચ્ચરઘાણ નીકળી ગયું છે. આગળથી આખી કાર દબાઇ ગઇ છે.

સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. આયા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોનાં મોત નીપજ્યા છે. અન્ય બેથી ત્રણ વ્યકિતને ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ અક્સમાત એટલો ગોઝારો હતો કે, આખી ઇકો કારનું કચ્ચરઘાણ નીકળી ગયું છે. આગળથી આખી કાર દબાઇ ગઇ છે. અકસ્માતમાં નિધન પામેલા લોકો કોણ છે તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહ્યા છે.

ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસની મદદથી રસ્તો સાફ કરાવવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાતા આસપાસનાં લોકો પણ દોડી આવ્યા હતા.પોલીસે સ્થાનિકોની મદદથી પતરાં ચીરીને મૃતકોનાં મૃતદેબ બહાર કાઢ્યા હતા. આ દ્રશ્યો જોનાર લોકોનું હૃદય કંપી ઉઠ્યું હતુ.

આ સમાચારને શેર કરો