Placeholder canvas

રાજકોટમાં અમૂલ ઈન્ડસ્ટ્રીઝમાં પગાર પ્રશ્ને 2 કર્મીઓએ કલેક્ટર કચેરીમાં ઝેરી દવા પીધી.

રાજકોટના આજી GIDCમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ પગાર ન મળતા હડતાળ પર ઊતરી આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં કર્મચારીઓ એકત્ર થઈ ધરણાં કર્યાં હતાં. જે પૈકી બે કર્મીઓએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસકર્મીઓએ બન્નેને અટકાવ્યા હતા. એ સમયે પણ બન્ને કર્મીઓએ રસ્તા પર આળોટીને પોતાની માંગ પૂર્ણ કરવાની રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી.

રાજકોટના આજી GIDCમાં આવેલ અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ રાજકોટની કલેક્ટર કચેરીમાં ધરણાં કર્યાં હતાં. જ્યાં રમેશ બકુત્રા અને ગિરધર સોલંકી નામના કર્મીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રસ્તા પર આળોટતા રમેશ બકુત્રાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજી GIDCમાં સ્ટવ બનાવતી અમૂલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામ કરતા 450 કામદારોને કંપનીના માલિક સુરેશ કેશવજી સંતોકી દ્વારા છેલ્લા 3 મહિનાથી તેમના હક્કનો પગા૨ આપવામાં આવ્યો નથી અને છેલ્લા 21 મહિનાથી પગા૨ની રકમમાંથી પીએફ કપાઈ જાય છે પણ ખાતામાં જમા થતું નથી. આ બાબતે અનેક વખત પૂછતાં યોગ્ય પ્રત્યુત્ત૨ આપવામાં આવતો નથી જેને લઈને CM અને ગૃહમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છતાં તંત્ર દ્વારા કંપની સામે કોઈ કાર્યવાહી ક૨વામાં નથી આવી. જેને પગલે રોષે ભરાયેલા કામદારો આજે કલેક્ટર કચેરી આવ્યા હતા. આ પૂર્વે અમૂલ ઈન્ડસ્ટ્રીઝના માલિક સુરેશ સંતોકીના ઘર સામે પણ ધરણાં કરી દેખાવો કર્યાં હતાં. એ વખતે કંપની સામે 450 જેટલા કામદારો ભૂખહળતાળ પર બેસી પોતાના હક્કના પૈસા માગી ૨હ્યા હતા. છતાં કોઈ ફેર પડ્યો ન હતો. ત્યારે અમારી એટલી જ માંગ છે કે આ મામલે સ૨કા૨ પણ મધ્યસ્થી કરી કંપનીના કર્મચારીઓના પગારની અને પીએફની રકમ અપાવે.

આ સમાચારને શેર કરો