Placeholder canvas

એમ્બયલન્સ અને ટ્રિપલ સવાર મોટરસાયકલ વચ્ચે અકસ્માત બેને ઇજા, એક ગંભીર…

મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોટરસાયકલ સવાર ખીજડીયા ગામના છે.

વાંકાનેર: કુવાડવા રોડ પર સિંધાવદર નજીક રાજકોટ તરફથી આવતી એમ્બયલન્સ સાથે ટ્રિપલ સવાર મોટરસાયકલનું અકસ્માત થતાં બે ને ઇજા થઈ છે જેમાં એકની હાલત ખૂબ ગંભીર હોવાની માહિતી મળી છે.

મળેલી માહિતી મુજબ કુવાડવા રોડ પર સિંધાવદર પહેલા રાજકોટ ડેરીના સીલીંગ સેન્ટર અને વડાળના નાલા વચ્ચે એમ્બયલન્સ અને ટ્રિપલ સવાર મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત થતા બેને ઈજા પહોંચી છે. જેમાં એકની હાલત ખૂબ ગંભીર હોવાનું કહેવાય છે, ઇજાગ્રસ્તોને ને ફોન કરીને 108 મારફત વાંકાનેર ખસેડવામાં આવેલ છે.

મળેલી પ્રાથમિક માહિતી મુજબ ટ્રિપલ સવાર મોટરસાયકલમાં બે યુવાનો અને એક મહિલા હતા જેમાંથી નાની મોટી બધા ને ઈજા થઇ છે પરંતુ મહિલા ને થોડી ઓછી ઇજા થયેલ છે. જ્યારે એક યુવાનની હાલત ખૂબ ગંભીર છે, જેમને મહિલા પોતાના ખોળામાં માથું રાખી બેઠા હતા અને મોઢું ઢાકેલું હતું મોઢા પર ગંભીર ઇજાઓ થયેલ છે. અમોને મળેલી માહિતી મુજબ તેઓ ખીજડીયા ગામના છે.

વધુમાં એકસીડન્ટ સ્થળ જોતા એમ્બયલન્સ રાજકોટ તરફથી વાંકાનેર આવતી હતી અને મોટરસાયકલ વાંકાનેરથી સિંધાવદર તરફ જતું હતું સ્થળ પર એમ્બયલન્સ રોંગ સાઈડમાં હતી. એમ્બયલન્સમાં કોઈ દર્દી ન હતું. આમ છતાં ફૂલ સ્પીડમાં હતી અને સામેથી આવતા મોટરસાયકલ સવાર ને હડબેઠ લીધાની લોકોમાં ચર્ચા થતી. એમ્બ્યુલન્સ ડ્રાઇવર એમ્યુલન્સ છોડીને ભાગી ગયો હોવાની લોકો તરફથી માહિતી મળી છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે એમ્બયલન્સના ડ્રાઇવર જ્યારે ઇમરજન્સી કોલ હોય ત્યારે તો ઠીક છે પરંતુ પેશન્ટને હોસ્પિટલે પહોંચાડ્યા પછી પરત ફરતી હોય ત્યારે પણ ફૂલ સ્પીડમાં અને સાયરનની સાથે આવતી હોય છે આ બાબતે જવાબદાર અધિકારીઓએ અને તંત્રએ એમ્બયલન્સના ડ્રાઈવરને તાકીદ કરવાની ખાસ જરૂર છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ઇમર્જન્સી કોલ સિવાય એમ્બયલન્સ કે108 પોતાનું સાયરન પણ વગાડી ન શકે.

આ સમાચારને શેર કરો