Placeholder canvas

મોરબી-વાંકાનેરમાં પરપ્રાંતીય શ્રમીકની માહિતી નહિ આપનાર વધુ ૩ વિરુદ્ધ કાર્યવાહી

મોરબી જીલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા પરપ્રાંતીય શ્રમિકોની માહિતી આપવા અને ASSURED APP ડાઉનલોડ કરી મજૂરોની નોંધણી કરાવવા માટેનું જાહેરનામું અમલી હોય જેની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે ત્યારે વધુ ત્રણ વિરુદ્ધ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવામાં આવી છે

વાંકાનેર સીટી પોલીસ ટીમે હસનપર ગામની સીમમાં આવેલ ફ્યુચર રેફેક્ટરીઝ કારખાનામાં આરોપી મિહિર અશોકભાઈ રાવલ નામના કોન્ટ્રાકટર પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખી એપમાં નોંધણી કરાવી ના હતી જયારે એ ડીવીઝન પોલીસે શકત શનાળા જીઆઈડીસી પાસે આવેલ એસ.પી.પ્રોફાઈલ કારખાનામાં દિવ્યેશ ઝવેરભાઈ ચાડમીયા વિરુદ્ધ કારખાનામાં મજુરો રાખી તેની માહિતી ના આપ્યાની ફરિયાદ નોંધી છે

જયારે વાંકાનેર સીટી પોલીસે પરવેઝ ઈબ્રાહીમ શેરશીયા વિરુદ્ધ પરપ્રાંતીય શ્રમિક કામે રાખીને માહિતી નહિ આપવા બદલ ફરિયાદ નોંધી છે જે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો