Placeholder canvas

ગ્રીનલેન્ડ ચોકડી પાસે 5 સંતાનની માતા પ્રેમી સાથે રંગેહાથે પકડાઈ ગઇ…ને પછી ?

મહિલાના પતિએ રંગેહાથ પકડી લીધાં બાદ પાંચ વર્ષનો પ્રેમસંબંધ તૂટી જશે ચિંતામાં પ્રેમી વિજયના ઘરે ઝેર પી લીધું.

રાજકોટ: પરિણીત પ્રેમી-પંખીડાને મહિલાના પતિએ રંગેહાથ પકડી લેતાં હવે તેઓ એક બીજાના નહીં થઈ શકે તે ચિંતામાં યુવકના ઘરે સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સારવારમાં ખસેડાયા હતા.

મળેલ માહિતી મુજબ કરણાભાઈ ગાર્ડન પાસે માલધારી સોસાયટીમાં રહેતી ભાનુબેન જીવણભાઈ શેગલીયા (ઉ.વ.35) ના લગ્ન 15 વર્ષ પહેલાં થયાં હતાં અને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. જેને ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર મેઈન રોડ પર રહેતાં વિજય કાનજી પરમાર (ઉ.વ.35) નામના યુવક સાથે છેલ્લા પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો.

અનૈતિક સબંધનું પાપ છાપરે જઈ પોકારે તેમ બંને પ્રેમીઓ એકલતાં માણે તે પેહલા જ મહિલાના પતિએ રંગેહાથ પકડી લીધાં હતાં. જેથી હવે શું થશે અને બંને એકબીજા વગર રહી નહિ શકે તે ચિંતામાં મહિલાએ તેના પ્રેમી વિજયના ઘરે જઈ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી.ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો.

આ સમાચારને શેર કરો