Placeholder canvas

આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત…

મોરબી તાલુકાના ભરતનગર ગામે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસરનો ખાલીસાઇડ નો ભાગ ટ્રકના પાછળના ઠાઠે અથડાતા યુવકનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાઇ છે.

આ બનાવની મળતી વિગત મુજબ ગાંધીધામ ખાતે મચ્છીનો વેપાર કરતા મૃતકના ભાઈ ફરિયાદી હાજીભાઇ પંજાએ આરોપી આઇસર ચાલક ઇરફાનભાઇ ભટી વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે હાજીભાઇના મોટાબાપુના દિકરા જાવિદભાઇ પંજા, સાદીકભાઇ ભાડેલા અને ઇરફાનભાઇ ભટી સાથે આઈસર નંબર-GJ-12-BX-3569માં વેરાવળ આવવા માટે નીકળેલ હતા.એ સમયે આઇસર ઇરફાનભાઇ ચલાવી રહ્યા હતા. અને જાવિદભાઈ બાજુ સીટમાં બેઠા હતા. આઇસર પુરપાટ રીતે મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ભરતનગર ગામથી આગળ અન્નપુર્ણા હોટલની સામે રોડ ઉપર આરોપી ઇરફાનભાઇએ હાઈવે રોડની ખાલી સાઇડમાં પુરઝડપે આઇસર ચલાવતા અચાનક આગળ ટ્રક આવી જતા ઇરફાનભાઇએ અચાનક આઇસર વાળતા આઇસરનો ખાલીસાઇડ નો ભાગ ટ્રકના પાછળના ઠાઠામાં અથડાઈ ગયો હતો. જેને પગલે અકસ્માત સર્જાયો હતો.


આ અકસ્માતને પગલે ટ્રક ત્યાંથી જતો રહ્યો હતો જ્યારે આઇસરનો ખાલી સાઇડનો આખો ભાગ અંદરની તરફ દબાય ગયેલ હતો. અને જાવિદભાઇ પણ અંદર દબાય ગયા ૧૦૮ની ટીમ મદદથી આઇસરની ખાલી સાઇડમાંથી જાવિદભાઇને બહાર કાઢતા તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો