ધ્રોલ-લતીપર રોડ પર આઈ ટેન અને આઈસર વચ્ચે ભયંકર અકસ્માત: 3ના મોત,1 ગંભીર
ધ્રોલ: જામનગર જિલ્લાના ધ્રોલ-લતીપર રોડ પર આવેલ ગોકુળપર ગામ પાસે વહેલી સવારે એક ભયંકર અકસ્માત થયો છે આજે વહેલી સવારે eicher અને i10 કાર વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યક્તિના મોત થયા છે અને એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે
આ અકસ્માત થતા રોડ પરથી પસાર થતા લોકો અને જાણ થતાં ગામમાંથી લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બીજા ગ્રસ્ત ને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં આઈ કેન કારનો બુકડો બોલી ગયો હતો અને ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે તેમની પોઝિશન ખૂબ જ નાજુક છે.
મૃત્યુ પામનાર: લાલજીભાઈ દેવદાનભાઈ ગોગરા, રહે. પીઠડ, જયદેવસિહ અનિરુદ્ધસિહ જાડેજા રે. ટીબડી, યુવરાજસિંહ જગુભા જાડેજા નો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત વિક્રમસિંહ કિશોરસિહ જાડેજાને જામનગર હોસ્પિટલમાં ખસેડેલ છે. (ઇજાગ્રસ્ત અને મૃત્યુ પામેલની યાદીમાં શરત ચૂક થઈ હતી તે બદલ દિલગીર છીએ)