Placeholder canvas

વાંકાનેર: વડસર પાસે દીપડો દેખાયો,રોજના બચાનું કર્યું મારણ

વાંકાનેર: ગઈકાલની રાત્રે સમી સાંજમાં જ વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ વદસરની દરગાહ પાસે દીપડો દેખાયો હતો, દીપડાએ રોજના બચ્ચાનું મારણ કર્યું હતું. ત્યાં રહેતા ભરવાડ (માલધારી) ભાઈઓએ રોજના બચ્ચાંની ચીસો સાંભળતા ત્યાં દોડી ગયા હતા અને દિપડો રોજના બચ્ચાને મૂકીને દૂર ભાગી ગયો હતો.

મળેલી માહિતી મુજબ ગઈકાલ રાત્રિની સમી સાંજે વસરની દરગાહની સામે રહેતા માલધારી હીરાભાઈએ પશુની ચીસ સાંભળતા તેઓને લાગ્યું કે તેમના કોઈ માલ ઢોર ઉપર હુમલો થયો છે. અને તેઓ લાકડી અને બેટરીને સાથે બહાર દોડી આવ્યા હતા. તેમને દીપડો નજરે ચડતા હાકોટા કરતા દીપડો ત્યાંથી દૂર જતો રહ્યો હતો. રોજડા નું બચ્ચું ઘાયલ હતું અને થોડીવારમાં તેમને દમ તોડી દીધો હતો.

માલધારી લોકો રોજડાના બચ્ચાને બચાવવા ગયા તો દીપડો દૂર જઈને બેઠો હતો તેમનો વિડીયો વડસર દરગાહના મુજાવર સલીમ બાપુના દીકરા વસીમ બાપુએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી વાંકાનેરના ગઢીયા વિસ્તારમાં દીપડાના આટાફેરા વધી રહ્યા છે અને અવારનવાર દેખા દઈ રહ્યો છે, આ પહેલા બે દીપડાને તો પાંજરામાં પકડીને વિડીમાં છોડ્યા હતા ત્યારે ગઈકાલ રાત્રે વધુ એક દીપડાએ દેખા દીધી હતી. લાગે છે કે દીપડાને આ વિસ્તાર માફક આવી ગયો હોય પરંતુ ગઢિયાની આજુબાજુમાં ખેતીવાડી હોય અને દિપડો અવાર-નવા દેખાતો હોય જેથી વાડીમાં કામ કરવા જતા ખેડૂતો ડરી રહ્યા છે અને પાછુ પીજીવીસીએલ રાત્રે લાઇટ આપે ત્યારે ખેડૂતોને રાત્રે પણ વાડીએ જવાનું રહે છે.

જુવો દીપડાનો વિડીયો….
આ સમાચારને શેર કરો