Placeholder canvas

રાજકોટ: કુવાડવા રોડ પર ચાલીને જતાં વૃદ્ધાને બાઇક ચાલકે અડફેટે લીધાં.

રાજકોટ: કુવાડવા રોડ પર આસ્થા હોસ્પિટલ પાસે એક વૃદ્ધા રસ્તા પર ચાલીને જતાં હતાં ત્યારે પૂરપાટ ઝડપે પાછળથી આવતી બાઇકે તેમને જોરદાર ટક્કર મારી ઊંધા માથે પટક્યાં હતાં. બાદમાં બાઇકચાલક ભાગવાને બદલે વૃદ્ધાને મદદ કરતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સીસીટીવીના આધારે કુવાડવા રોડ પર એક વૃદ્ધા થેલી સાથે રસ્તા ચાલીને જતા હતા તેવામાં જ થોડીવારમાં પાછળથી એક બાઇક આવીને વૃદ્ધાને જોરદાર ટક્કર મારતા માજી રસ્તા પર જ ઊંધા માથે પટકાય હતા. બાદમાં બાઇકચાલક ભાગવાને બદલે બાઇકને ઉભું રાખીને વૃદ્ધાને ઊભા કરી રહ્યો છે તેમજ વૃદ્ધાના હાથમાંથી છૂટી ગયેલી થેલી તેમના હાથમાં આપે છે. બાદમાં વૃદ્ધા રસ્તાની એકબાજુ જતાં રહે છે. બાદમાં લોકો એકત્ર થઈ જતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ સમાચારને શેર કરો