Placeholder canvas

વાંકાનેર: ભેરડા પાસે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા વૃદ્ધનું મોત

વાંકાનેરના ભેરડા ગામ નજીક અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક પ્રૌઢનું મોત નીપજયું હતું. આ મામલે મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

વાંકાનેરના ભેરડા ગામે રહેતા ફરિયાદી બળદેવભાઇ શામજીભાઇ વાઘેલાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા શામજીભાઇ છગનભાઇ વાઘેલા ગત તારીખ ૦૯ ના સવારના સાત વાગ્યે ડીસ્કવર મોટર સાઇકલ જી.જે.૦૩ ડી.બી. ૬૨૪૮ વાળુ લઇને જેતપરડા ગામની સીમમા આવેલ રાજકોટ સીમલેશ ટયુબ પ્રાઈવેટ લીમીટેડ કારખાનામા કામે ગયા હતા. અને ત્યાં કામ પૂર્ણ કરી પરત આવતા હતા ત્યારે ભેરડાના બસસ્ટેન્ડથી આગળ અડધો કીમી. દૂર વાંકાનેર બાજુ છગનભાઇ હઠાભાઇ મુંધવાની વાડી સામે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પુરપાટ વેગે આવી શામજીભાઇના બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

જેને પગલે શામજીભાઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને કાનમાથી અને મોઢામાથી લોહી નીકળી ગયેલ અને માથામા પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ અને ત્યા બાજુમા રોડની સાઇડમા તેમનું બાઇક પડી ગયું હતું. જ્યારે અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થયો હતો. બીજી તરફ બળદેવભાઇએ તેમના પિતાને ઇજાગ્રસ્ત અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો