Placeholder canvas

વાંકાનેર: ભલગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત.

વાંકાનેરના ભલગામ નજીક બે બાઇક વચ્ચે ટક્કર થતાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી અને સારવાર લીધા બાદ તેમણે માથામા દુખાવો ઉપડતા તેમનું મોત નીપજયું હતું. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના ભલગામના રહેતા ફરિયાદી માલાભાઇ મંગાભાઇ ડેંગડાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના ભાભી વર્ષાબેન સાથે તારીખ ૧૯/૦૪ના રોજ પોતાના હવાલાવાળુ હીરોસ્પ્લેન્ડર પ્લસ મોટર સાઇકલ GJ-36-AA-5839 પર સવાર થઈને ભલગામ વાંકાનેર બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ ઉપર શકતી પરોઠા હાઉસની બાજુમા આવેલ રોડની કટ પાસે રોડ ઉપરથી પસાર થતાં હતા ત્યારે એક નંબર પ્લેટ વગરના બાઇક ચાલકે બેફામ ગતિએ આવીને માલાભાઇના બાઇકને પાછળથી અથડાવતા અકસ્માત સર્જાયો હતો.

જેને પગલે માલાભાઇનુ બાઇક નમી જતા તેમના પાછળ બેઠેલ તેમના ભાભી વર્ષાબેન રોડ ઉપર પડી ગયા હતા. અને તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. જેથી તેમને હોસ્પીટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તારીખ ૨૨/૦૪ ના રોજ તેમણે ડિસ્ચાર્જ કરવમાં આવ્યા હતા અને તારીખ ૩૦/૦૪ના રોજ વર્ષાબેનને એકાએક માથામા દુખાવો ઉપડતા તેઓ બેભાન થ્ય હતા અને તેમનું મોત નીપજયું હતું.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો