Placeholder canvas

વાંકાનેર: સરતાનપર રોડ પર ટ્રકે ત્રિપલ સવારી બાઈકને હડફેટે લેતા બે ને ઇજા, એકનું મોત.

વાંકાનેર : સરતાનપર રોડ પર સેન્સો ચોકડી ખાતે ટ્રકે અચાનક ટર્ન લેતા ત્રિપલ સવારીમાં આવતા મોટરસાયકલને હડફેટે લીધું હતું જેમાં સારવાર માતા પુત્રને ગંભીર ઈજા થઇ હતી તો પત્નીની નજર સામે પતિનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોક ફેલાયો છે જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના સરતાનપર રોડ પર પાંજરાપોળ ગૌશાળામાં રહેતા લાભુબેન નાગજીભાઈ વિંજવાડીયાએ આરોપી ટ્રક ચાલક આર જે 32 જીબી ૭૭૯૯ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૧૮ના રોજ લાભુબેન તેમના પતિ નાગજીભાઈ અને તેનો પુત્ર રમેશ પોતાના હીરો સ્પલેન્ડર મોટર સાયકલ GJ13PP2274 પર સરતાનપર ગામ ખાતે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા. અને બપોરના બે વાગ્યાના અરસામાં તેઓ સરતાનપર ગામેથી પરત પાંજરાપોળ ગૌશાળા ખાતે પોતાના ઘરે જવા માટે પોતાના મોટરસાયકલમાં ત્રિપલ સવારીમાં નીકળ્યા હતા એ સમયે રમેશ મોટર સાયકલ ચલાવી રહ્યો હતો.

તેઓ સરતાનપર સેન્સો ચોકડી ખાતે પહોંચતા આરોપી ટ્રક ટ્રેલર RJ32GB7799ના ચાલકે પુરપાટ વેગે આવ્યો હતો અને રફતારની ગતિ માં ટ્રકે ખાલી સાઈડમાં ટર્ન લેતા મોટરસાયકલને ઠોકર મારી હતી. જેથી લાભુબેન રોડની સાઈડમાં પડી ગયા હતા. જ્યારે તેમના પતિ નાગજીભાઈ અને તેમનો પુત્ર રમેશ ટ્રકના વ્હીલ તરફ પડી ગયા હતા. જેને પગલે નાગજીભાઈનું માથું ટ્રકના વ્હીલ નીચે આવી ગયું હતું.જ્યારે રમેશનો ડાબો હાથ ટ્રકના વ્હીલ નીચે દબાઈ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતને પગલે ટ્રકને રેઢું મૂકી તેનો ડ્રાઇવર નાસી ગયો હતો.

જ્યારે આ અકસ્માતમાં નાગજીભાઈ નું મોઢું કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. લાભુબેન અને તેમના પુત્ર રમેશને સારવાર અર્થે વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે તેમને પ્રાથમિક સારવાર આપીને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો