વાંકાનેરમાં પોલીસનો સપાટો: કરિયાણાની દુકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસે ગેરકાયદેસર દારૂના વેચાણ પર સપાટો બોલાવતા, સરતાનપર રોડ પર આવેલ એક કિરાણા સ્ટોરમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દુકાન સંચાલક કરિયાણાની આડમાં છૂપી રીતે દારૂનો વેપલો ચલાવતો હતો, જોકે પોલીસના દરોડાની જાણ થતાં તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તાલુકા પોલીસ ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, સરતાનપર રોડ […]
