Placeholder canvas

વાંકાનેર: મહિકા પાસે નેશનલ હાઇવે પર બંધ ટ્રક પાછળ મોટરસાયકલ ઘુસી જતા ચાલકનું મોત

વાંકાનેર: બાઉન્ડ્રી નેશનલ હાઈવે રોડ પર ઉભેલા ટ્રક પાછળ મોટરસાયકલ ઘુસી જતા મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ધંધુકાના અડવાળ ગામે રહેતા કિરણભાઇ પરશોતમભાઇ સારોલાએ વાકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૧૭ના રોજ તેમના ભાઈ રણજીતભાઇ સારોલા પોતાના મોટરસાયકલ હોન્ડા સીડી ૧૧૦ GJ.38.AD.8959 પર વાંકાનેર ના પાડધરા ગામે તેના સસરાના ઘરે જવા માટે નીકળ્યા હતા. તેઓ મહિકા પાસે નેશનલ હાઈવે રોડ ઉપર ખ્વાજા પેટ્રોલ પંપની સામે પહોંચતા એક ટ્રક ટ્રેલર GJ.36.V.4425 નેશનલ હાઈવે રોડ ઉપર ઉભું રાખી, કોઈપણ પ્રકારના લાઈટના સિગ્નલ સંકેતો કે આડશ નહીં રાખી ઉભું હતી.

જેને પગલે પુરપાટ વેગે આવતા રણજીતભાઈનું મોટર સાયકલ રસ્તા પર પડેલા ટ્રક સાથે અથડાયું હતું. તેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રણજીતભાઈ કપાળે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી તથા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો