Placeholder canvas

આજે રાજ્યમાં વરસાદનું જોર ઓછુ રહેશે…

ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, પહેલા બે દિવસ મધ્ય ગુજરાત,ત્યારબાદ ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ કચ્છ અને મોરબીને મેઘરાજાએ બાનમાં લીધુ.ત્યારે હવામાન વિભાગ અનુસાર આજે વરસાદનું જોર ગુજરાતમાં ઓછુ રહેશે..

જ્યારે આજે સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, તો અન્ય જિલ્લામાં ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ સમાચારને શેર કરો