વાંકાનેર બાઉન્ડ્રી પર પોલીસની મોટી કાર્યવાહી: ટ્રકમાંથી કરોડોનો દારૂ ઝડપાયો

૧.૯૩ કરોડના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ, કુલ ૨.૧૮ કરોડનો મુદ્દામાલ જપ્ત મોરબી/વાંકાનેર: રાજકોટ-ચોટીલા હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલી ‘સુગર એન્ડ સ્પાઇસ’ હોટલ પાસે મોરબી જિલ્લા એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી ૩૧,૭૫૨ બોટલ દારૂ અને બિયર સાથે રાજસ્થાનના એક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી […]

વાંકનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક કન્ટેનર ટ્રક પાછળ અથડાતા બાઈક ચાલકનું મૃત્યુ

વાંકાનેર : રાજકોટ – અમદાવાદ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ગત તા.13 ડિસેમ્બરના રોજ જીજે – 03 – સીજે – 7300 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહેલા લેરસિંહ ભેરુસિંહ સીસોદીયા રહે.હાઉસિંગ બોર્ડ, દૂધસાગર રોડ, રાજકોટ નામના યુવકે ટોલનાકા પાસે વાહનોની લાંબી કતાર હોવા છતાં પુરપાટ ઝડપે પોતાનું બાઈક હંકારતા જીજે – 10 – ટીવાય […]

વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી અંદાજે 40થી 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષનું બીમારી સબબ મૃત્યુ થયાનું સામે આવ્યું છે.હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

વાંકાનેર: બાઉન્ડ્રીના પુલ ઉપરથી પડી જતા મહિલાનું મૃત્યુ

વાંકાનેર : રાજકોટ – અમદાવાદ હાઇવે ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી પુલ ઉપરથી નીચે પડી જતા મૂળ મધ્યપ્રદેશના વતની સાવિત્રીબેન ગમરીયા નીંગવાલ ઉ.55 નામના મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

વાંકાનેર: રંગપર ગામના બોર્ડ પાસે ડમ્પર-આઇસર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત.

વાંકાનેર: બાઉન્ડ્રી નજીક રંગપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં આવતા એક ડમ્પર ચાલકે સામેથી પોતાની લેનમાં આવતા આઇસર સાથે ધડાકાભેર પોતાનું વાહન ભટકાડતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક […]

વાંકાનેર: બાઉન્ટ્રી પાસેથી આઇસરના ચોરખાનામાંથી દારૂ બિયરનો પોણા ત્રણ લાખના જથ્થા સાથે એક પકડાયો.

ગોવા – મહારાષ્ટ્રની બોર્ડર ઠેકાડી વાંકાનેર બાઉન્ડ્રીએ પહોંચી ગયેલ દારૂ ભરેલ આઇસરને ઝડપી લેતી મોરબી એલસીબી મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ગોવા અને મહારાષ્ટ્રની બોર્ડર ઠેકાડી વાંકાનેર બાઉન્ડ્રી સુધી દારૂ અને બિયરનો જથ્થો ચોર ખાનામાં છુપાવી પહોચી ગયેલા આઇસર ચાલકને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૬૨૫ બોટલ તેમજ બિયરટીન નંગ ૪૮ મળી કુલ […]

વાંકાનેર: બાઉન્ડ્રી પાસેથી 14 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.

વાંકાનેર: બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમ દ્વારા બાતમીને આધારે વિજય હોટલ પાસે રોડ પરથી આઇસર વાહનમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે આ બનાવમાં રૂ. 13.90 લાખના દારૂ બિયરના જથ્થા સહિત કુલ રૂ. 24.02 લાખનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો. આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબી એલસીબી […]

વાંકાનેર:બાઉન્ડ્રી નજીક ટ્રકે છકડો રિક્ષાને ઠોકર મારતા એકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર હાઇવે ઉપર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ પાસે ટાટા કંપનીના ટ્રક નંબર RJ-14-GP-8721ના ચાલકે GJ-03-X-3029 નંબરની છકડો રીક્ષાને હડફેટે લઈ સાઈડમાંથી ઠોકર મારતા આ અકસ્માતમાં છકડોમાં બેઠેલા અનીલભાઇ રઘુભાઇ સોવસીયા અને તેમના પિતા રઘુભાઇ સોવસીયાને ઈજાઓ પહોંચી હતી જેમાં રઘુભાઇ સોવસીયાને માથામાં હેમરેજ થઇ જતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક નાસી […]

વાંકાનેર: બાઉન્ડ્રી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી વર્ના કાર ઝડપાઇ…

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમેં વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦ તથા વર્ના કાર મળી કુલ કી.રૂ.૪,૪૩,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જો કે પોલીસના દરોડા દરમિયાન કાર ચાલક કાર રેઢી મૂકીને ફરાર થઇ ગયો હતો. વાંકાનેર તાલુકા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમ વાંકાનેર […]

વાંકાનેર: બાઉન્ડ્રી નજીક ટ્રકના ચોર ખાનામાં છુપાવેલ દારૂ ઝડપી લેતી એલસીબી

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમે અશોક લેલન ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં છુપાવેલ વિદેશી દારૂના 2.44લાખથી વધુના જથ્થા સાથે રાજકોટના પિતા પુત્રની જોડીને ઝડપી લઈ ટ્રક સહિત કુલ 15 લાખથી વધુનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. મળેલ માહિતી મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ […]