Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે તાલીમવર્ગ યોજાશે.

કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા આયોજન

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સી.સી.ડી.સી.) દ્વારા આગામી તા.29ને શુક્રવારથી ગ્રામ પંચાયત સેક્રેટરી (મહેસુલી તલાટી કમ મંત્રી)ની 3437 જગ્યાઓ માટે ચોથી બેચના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.

આ તાલીમ વર્ગોમાં વિવિધ જગ્યાઓ માટેના અભ્યાસક્રમ ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ, મેથેમેટીકસ અને રીઝનીંગ, ભારતનું બંધારણ, ભારતનો ઇતિહાસ, ભૂગોળ, જનરલ સાયન્સ વગેરે સિલેકટેડ વિષયોની સઘન તાલીમ આપવામાં આવનાર છે.

તાલીમ વર્ગોમાં જોડવા ઇચ્છતા ઉમેદવારો તા.27-4 સુધીમાં ગ્રાઉન્ડ ફલોર, સીસીડીસી બીલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ખાતે તેમનું રજીસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા, ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી-કમ-મંત્રી) (વર્ગ-3)નું ઓનલાઇન ભરેલ ફોર્મની ઝેરોક્ષ, આઇડી પ્રુફ અને લીવીંગ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વર્કીંગ દિવસોમાં જ રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે.

આ સમાચારને શેર કરો