Placeholder canvas

ચોટીલામાં માતાએ ઠપકો આપતા પુત્રીનો ગળાફાંસો ખાઇ લીધો.

ચોટીલામાં માતાએ ઠપકો આપતાં તરુણીએ ફાંસો ખાઇ લેતા તેમને ચોટીલામાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઇ, જ્યાં 4 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું.

ચોટીલા શહેરમાં કુંભારાની હદમાં સ્કૂલ પાસે રહેતી યુવતીને કામકાજ અંગે તેની માતાએ ઠપકો આપ્યો હતો. આથી તેણે 4 દિવસ પહેલા ફાંસો ખાઈ લીધો હતો. જેનું બુધવારના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

ચોટીલા શહેરના પોપટપરા પાછળ કુંભારાની હદમાં આવેલ સ્કૂલ નજીક રહેતા જેન્તીભાઇ પોબર પ્રજાપતિની 18 વર્ષની પુત્રી નિકીતાને ઘર કામ અંગે તેની માતા એ ઠપકો આપ્યો હતો. આથી તા. 16ના સવારે લાગી આવતા રૂમ બંધ કરી પંખાના હુક સાથે ચુંદડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પરિવારે રૂમ ખોલવા પ્રયાસ કરતા તરૂણી રૂમ ન ખોલતા દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. જ્યાં લટકતી હાલતમાં નિકીતાને નીચે ઉતારી પ્રથમ ચોટીલા હોસ્પિટલ લઈ જવાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઇ હતી. જ્યાં આગળ સારવાર કારગત ન નીવડી અને બુધવારના સવારે મોત નીપજ્યું હતું. આ બનાવની વધુ તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.

આ સમાચારને શેર કરો