Placeholder canvas

કંડલા પોર્ટ પર ATS અને DRIના સંયુક્ત ઓપરેશનમાં 2500 કરોડનું ડ્રગ્સ પકડાયું

ગુજરાતનો દરિયોકાંઠો જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટે માફિયાઓનો ફેવરિટ બની ગયો છે.

ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયાકાંઠો જાણે હોટ ફેવરિટ બની ગયો હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું હેરોઈન ઝડપાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2500 કરોડ રુપિયા જેટલી થાય છે.

ગુજરાત ATS અને DRIની સંયુક્ત કામગીરીમાં હેરોઈન ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ વખતે ઝડપાયેલું હેરોઇન પણ પાવડરની આડમાં લાવવામાં આવતુ હતું.આ ડ્રગ્સ એકદમ પ્યોર ફોર્મમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ATSને આ ડ્રગ્સ અંગેની માહિતી મળી હતી જે બાદ તેની પર DRIએ કાર્યવાહી કરી હતી. જેમાં એક કન્ટેનરમાં 250 કિલો ડ્રગ્સ હતુ.

આ સમાચારને શેર કરો