વાંકાનેર: રવિવારે ચુવાળિયા ઠાકોર સમાજના સાતમા સમૂહ લગ્ન અંગે એક મિટિંગનું આયોજન

વાંકાનેર ખાતે જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર સાતમા સમૂહ લગ્ન અંગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષે યોજાતા ચુવાળિયા ઠાકોર સમાજના સમૂહ ગત વર્ષે કોરોનાની મહામારી ધ્યાને લઈ મોકૂફ રાખવામાં આવ્યા હતા હાલ કોરોના ધીમો પડતા આ વર્ષે સાત દંપતિઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની મિટિંગ તા: ૨૧ નવેમ્બર રવિવારના રોજ સાંજે ૪ કલાકે રાજકોટ રોડ પર આઈ.ટી.આઈની બાજુમાં આવેલ વેલનાથ દાદાના મંદિર ખાતે રાખવામાં આવી છે.

એ દિવસે મીટીંગમાં સમૂહ લગ્નમાં ભાગ લેવા માંગતા દંપતિઓના વાલીઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે મીંટીગમાં હજાર રહેવ તેમજ વધુ માહિતી માટે રમેશભાઈ કણજરીયા-૯૫૩૭૩૦૭૬૦૭, ભગવાનજીભાઈ પરમાર- ૯૫૭૪૦૬૬૩૪૦, રામભાઈ માણસૂરિયા- ૯૯૭૮૩૧૫૫૧૫, ચેતનભાઈ જોગડિયા-૯૬૬૨૦૮૦૯૧૩ નો સંપર્ક કરવા સમૂહ લગ્ન સમિતિની યાદીમાં જણાવ્યું હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો