મોરબી સબ જેલમાં વ્યસનની જાગૃતિ બાબતે કાર્યક્રમ યોજાયો
આજ તા.૧૬/૧૧/૨૦૨૧ ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા સબ જેલ મોરબી ખાતે વ્યસનની જાગૃતિ અર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જેલના તમામ કેદીઓ તથા સ્ટાફને ડીસ્ટ્રીક્ટ ટ્રેનીંગ ઓફિસર ડો.ધવલ રાઠોડ દ્વારા પી.પી.ટી. ના માધ્યમથી તમાકુના વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો, તથા ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં વ્યસનનું પ્રમાણ તથા વ્યસન છોડવા અંગેના પગલા જેવા વિવિધ મુદ્દાઓ વિશે માર્ગદશન આપવામાં આવ્યૂ હતું.
ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા તમાકુ નિયંત્રણ અંગેના કાયદા અને તેની અમલવારીને લગતી માહિતી આપી હતી, કાર્યક્રમના અંતે સબ જેલ મોરબીના અધિક્ષક એલ.વી.પરમારે દરેક કેદીઓ તથા સ્ટાફને વ્યસનથી મુક્ત બનવા તથા પોતાના પરિવારને અને સમાજને વ્યસનમુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો.