Placeholder canvas

વાંકાનેર: પંચાસીયા હાઇસ્કુલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

વાંકાનેર તાલુકામાં શિક્ષણમાં અગ્રેસર એવા પચાસિયા ગામની અને તાલુકામાં સૌ પ્રથમ શરૂ થયેલી ગ્રામ્ય હાઇસ્કુલ એવી પંચાસીયા હાઈસ્કૂલમાં આજે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

આજના આ વિદાય સમારંભમાં ટ્રસ્ટના પ્રમુખ ડૉ. હુસેનભાઈ શેરસીયા, નિવૃત પીએસઆઇ મન્સૂરી, કૃષિ તજજ્ઞ ડો.ગીની પટેલ, હુસેન સિપાઈ અને પત્રકાર અયુબ માથકીઆએ હાજરી આપી હતી. અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

ટ્રસ્ટના પ્રમુખ ડો હુસેનભાઈ શેરસીયાએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ધોરણ 10 પાસ કરીને ધોરણ 11 મા જે વિદ્યાર્થીઓ સાયન્સ રાખવા માંગે છે તે વિદ્યાર્થીઓ તેમજ 12માં ધોરણના વિદ્યાર્થીઓ આ સ્કૂલમાંથી વિદાય લેશે કોઈ વિદ્યાર્થીઓ વચ્ચેથી ભણવાનું છોડે નહીં અને તમારે ગમે ત્યારે જરૂર પડે તો મને કહેજો અમો આપને મદદ કરીશુ પણ ભણવાનું છોડશો નહીં… સાથોસાથ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઇચ્છતા હોય તેવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જરૂરી ચોપડીઓ પણ પૂરી પાડવાની ખાતરી આપી હતી.

જ્યારે પત્રકાર અયુબ માથકિયાએ જાણ્યું હતું કે આજે સ્કૂલમાં પ્રથમ વખત આવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે એ સમયે સ્કુલને પુનર્જીવિત કરનાર ડૉ. હુસેનભાઇ શેરસિયાને અભિનંદન આપીને વિધાર્થીને કહ્યું હતું કે તમે હવે ગ્રામ્ય વાતાવરણમાંથી શહેરી વાતાવરણમાં અને એ પણ કોલેજના વાતાવરણમાં જઈ રહ્યા છો ત્યારે તમે તમારા મા-બાપ, પરિવાર, સ્કૂલ અને ગામનું ગૌરવ બનજો, અને એ પણ ધ્યાન રાખજો કે આ બધાનું માથું ક્યારે શરમથી ઝૂકી ન જાય… તેમને અંતમાં જાણ્યું હતું કે કોલેજની શરૂઆતથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંડશો જ્યારે ગની પટેલે વિદ્યાર્થીને વિઝન અને ગોલ નક્કી કરીને આગળ વધવા જણાવતા કહ્યું હતું કે તમારે હવે તમારી કારકિર્દી બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે, ખૂબ વાંચવું પડશે, તો જો કારકિર્દી બનશે. મહેનતનો કોઈ વિકલ્પ નથી અને ભણવાની કોઈ ઉંમર હોતી નથી, ગમે ત્યારે ભણી શકાય છે. અત્યારે તમારી પાસે સમય છે ભણી લેજો. ભણ્યા પછી નોકરી મળે કે ન મળે પણ મેળવેલું જ્ઞાન ક્યારે અફેર જતું નથી. જે તમને કારકિર્દી બનાવવામાં ખૂબ ઉપયોગી થશે.

ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓએ સ્કૂલને કાયમી યાદ રહે એ માટે મોમેન્ટ ભેટ આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન સ્કૂલના આચાર્ય ઇબ્રાહિમ ખોરજીયાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ સ્કૂલના શિક્ષક અલ્તાફ શેરસિયાએ કરી હતી. કાર્યક્રમના પૂર્ણાવતી બાદ વિદ્યાર્થીઓ સ્ટાફગણ અને મહેમાનોએ સાથે નાસ્તો અને ઠંડુ લઈ લે છૂટા પડ્યા હતા.

આ સમાચારને શેર કરો