Placeholder canvas

આજે આકરી ગરમીને આવતી કાલથી બે દિવસ માટે ફરી ‘માવઠા’ની આગાહી…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગત માર્ચ માસથી સતત અસ્થિર વાતાવરણ રહેવા પામ્યું છે અને આ ક્રમ હજુ પણ જળવાઇ રહ્યો છે. ગરમીની સાથોસાથ વારંવાર માવઠા થઇ રહ્યા છે. ગઇકાલે જ હવામાન વિભાગે ગરમી વધવાની આગાહી કરી હતી. અને આ ગરમીનું જોર હજુ આવતીકાલ સુધી જળવાઇ રહેશે.

જોકે ફરી તા.27 અને 28નાં રોજ વાતાવરણ પલ્ટો આવાવની આગાહી કરાઇ છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી રાજય હવામાન વિભાગે કરી છે.

આ સમાચારને શેર કરો