Placeholder canvas

વાંકાનેર: ગારીડામાં 5 અને પંચાસીયામાં 3 શખ્સો જુગાર રમતા પકડાયા.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા અને ગારીડા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડા પાડી આઠ આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામે શાળ પાસે જાહેરમા જુગાર રમી રહેલા આરોપી ગોપાલભાઇ જાદવભાઇ ડાભી, વીશાલભાઇ બાબુભાઇ મેઘાણી, લાલાભાઇ ચંદુભાઇ મકવાણા, વીજયભાઇ મગનભાઇ ડાભી અને પુનાભાઇ વશરામભાઇ માલણ નામના આરોપીઓને તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 3940 કબ્જે કર્યા હતા.

જયારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના તળાવની પાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દેવાભાઇ રાયમલભાઇ કોંઢીયા, મહેશભાઇ વલ્લભભાઇ કોંઢીયા અને સંજયભાઇ ધીરૂભાઇ કોંઢીયાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1180 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો