Placeholder canvas

વાંકાનેરમાં શિક્ષણ વિભાગમાં 53 લાખનું કૌભાંડ થયું છે: ડીડીઓ

વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ તેમજ અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાના કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારીએ રૂપિયા 53 લાખનું કૌભાંડ થયાનું કબૂલ કરી અંદાજે 25થી 30 લાખની રિકવરી કરવામાં આવી હોવાનું જણાવી અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ ચાલુ હોવાનું ડીડીઓ જાડેજાએ જણાવ્યું હતું.

મોરબી જિલ્લામાં ચકચારી બનેલ વાંકાનેરમાં શિક્ષણ વિભાગના શિષ્યવૃતિ કૌભાંડમાં અંતે આજે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જાડેજાએ પત્રકારોને માહિતી આપતા કહ્યું હતું કે વર્ષો જુના કૌભાંડમાં તપાસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવતા કુલ 53 લાખ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા અંદાજે 25થી 30 લાખની રિકવરી કરવામાં આવી હોવાનું જણાવી અન્ય વિભાગોમાં પણ કૌભાંડિયા તત્વોએ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા લગત વિભાગો દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો