Placeholder canvas

રસ્તામાં ખાડો બુર્યો કે ઘરેથી કચરો કાઢ્યો..!! આને શુ કહેવું ?

વાંકાનેર: ટેલીફોન એક્સચેન્જ પાસે, કે કે શાહ સ્કૂલની બાજુમાં રસ્તામાં મોટા મોટા ખાડા પડ્યા છે. એ ખાડામાં કોઈકે બાંધકામ તોડ્યો હોય તેમનો માટી, ઇટુ ના કટકાનો બાંધકામના કચરાનો ઢગલો કરી ગયા છે.

કે.કે. શાહ સ્કૂલ થી પતળિયાના પુલ સુધીના રસ્તામાં મોટા મોટા ખાડા પડેલા છે આ બાબતને થોડા સમય પહેલા જ શકીલ પીરઝાદાએ રજૂઆત પણ કરી હતી.આ ખાડા જોઈને કોઈ સમાજસેવકથી ન રહેવાયું અને તેમને ત્યાં બાંધકામનો ઈંટો, માટી, રેતીનો કચરો આ ખાડા પર ઢગલો કરી ગયા અને મોટી સમાજ સેવા કર્યાનો સંતોષ લીધો હશે. પરંતુ આ મહાશય ઢગલા કર્યા બાદ તેમને પાથરવાનું ભૂલી ગયા જેમના કારણે રસ્તો જ બંધ થઈ ગયો..!!

આ પરિસ્થિતિ જોઈને કપ્તાનના એક વાચકે આ ફોટા પાડીને મોકલ્યા અને ફોટો લાઈન એવી લખી કે… આ ઢગલો કરનારને કહો કે રસ્તો રીપેર ન કરે તો કાંઈ નહીં પણ રસ્તા પર ચાલે તેવું તો રહેવા દો… તમે શું કહેશો ? કોમેન્ટ પ્લીઝ…

ખૈર છતાં તેમનું ભલું થાય…. ભારે વાહન ચાલશે એટલે ઢગલો પથરાય જશે… અને એકાદો ખાડો તો બુરાશે !!! બાકીતો આ રસ્તામાં ખાડા નથી પણ ખાડામાં રસ્તો છે…..

આ સમાચારને શેર કરો