skip to content

રાજકોટમાં કોરોનાથી 22ના મોત, શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 2900 પર પહોંચી

ગુરૂવારે 35 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજકોટમાં 1225 દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ અને મૃત્યઆંક સતત વધી રહ્યો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી રાજકોટમાં સારવાર લઈ રહેલા 22 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. 16ના સિવિલમાં અને 6ના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આ સાથે જ રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 2900 પર પહોંચી ગઈ છે.

ગુરૂવારે 35 લોકોને ડિસ્ચાર્જ કરાયા
રાજકોટમાં અત્યાર સુધીમાં 2900 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગુરૂવારે 35 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે 1225 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે આજે વધુ 22 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. જેમાંથી ખાનગીમાં 6 અને સિવિલમાં 16 દર્દીના મોત નિપજ્યાં છે.

આ સમાચારને શેર કરો