“ચમત્કાર વિના નહીં નમસ્કાર” રોયલ પાર્કનાં ઉપવાસીઓને પાણી નિકાલની તંત્રની ખાત્રી બાદ ઉપવાસ આંદોલન સમેટાયું

મોરબી : વાવડી રોડ સ્થિત રોયલ પાર્કની સોસાયટીમાં સ્થાનિકોના ઘરોમાં વરસાદી અને ગટરના પાણી ઘુસી ગયા હતા. આ સમસ્યા અંગે વારંવાર કરાતી રજૂઆતો બહેરા કાને સાંભળી નોહતી. આખરે સ્થાનિકો વિફર્યા હતા અને ગાંધી ચીંધ્યા માર્ગે છાવણી નાંખીને ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.

સ્થાનિકોના ઉપવાસ આંદોલન અને મીડિયામાં પ્રસિદ્ધ થતા તંત્રના કાન ખુલ્યા હોય એમ ત્વરિત પાલિકા તંત્ર અને સ્થાનીય કાઉન્સિલર હરકતમાં આવ્યા હતા. પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને સ્થાનિક કાઉન્સિલર પ્રભુભાઈ ભૂત દ્વારા પાણી ભરાવાની સમસ્યાનો કાયમી હલ કરવાની ખાત્રી આપતા રોયલ પાર્ક સોસાયટીના સ્થાનિકોએ પારણા કરી ઉપવાસ આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો