મોરબી જિલ્લામાં 2 PI ની નિમણૂક અને 2 PSIની બદલી
By શાહરુખ ચૌહાણ -વાંકાનેર
મોરબી : મોરબી જીલ્લામાં તાજેતરમાં પ્રોબેશન પીરીયડ પૂર્ણ થયા બાદ મોરબી જીલ્લામાં મુકાયેલા બે પોલીસ ઇન્સ્પેકટરોને મોરબી ખાતે નિમણુક આપવામાં આવી હતી. જે બે પોલીસ ઇન્સ્પેકટરોને હળવદ અને વાંકાનેર પોલીસ મથકમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
મોરબી જીલ્લામાં લીવ રીઝર્વમાં રહેલા પીઆઈ એન. એ.વસાવાને વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે જયારે કે. જે. માથુકીયાને હળવદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. તો બે પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા એ. એ. જાડેજાની મોરબી સીટી એ ડીવીઝન ખાતે જયારે મોરબી એ ડીવીઝનમાં ફરજ બજાવતા આર. પી.જાડેજાની જીલ્લા કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે.