મોરબી જિલ્લા ‘આપ’ના કાર્યાલય ખાતે પદાધિકારીઓની નવી નિમણુંક કરી.

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રી શ્રી અજિતભાઈ લોખીલ તથા સહ સંગઠન મંત્રી શ્રી શિવાજીભાઈ ડાંગર ના માર્ગદર્શન થી તેમજ મોરબી જિલ્લા કાર્યકારી પ્રમુખ શ્રી વસંતભાઈ ગોરીયા તેમજ મોરબી જિલ્લા ઉપ પ્રમુખ શ્રી સંજયભાઈ ભટાસણા તેમજ જિલ્લા ની ટીમ દ્વારા આજ રોજ મોરબી જિલ્લા કાર્યાલય ખાતે પદાધિકારીઓ ની નવી નિમણુંક નું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકા પ્રમુખ તરીકે દિવ્યેશભાઈ જયંતીભાઈ મગુનીયા, મોરબી તાલુકા યુવા પ્રમુખ તરીકે રમેશભાઈ બાલુભાઈ સદાતિયા, મોરબી જિલ્લા સોસીયલ મિડિયા પ્રમુખ તરીકે પંકજભાઈ દિલીપભાઈ આદ્રોજા અને મોરબી જિલ્લા સોસીયલ મિડિયા ઉપ પ્રમુખ તરીકે ઉમેશભાઇ ધનજીભાઈ દુબરીયા ની સર્વાનુમતે નીમણૂક કરવામાં આવી છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….
https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
