મોરબી જિલ્લામાં ગઈ કાલે એક જ દિવસમાં 182 કેસ નોંધાયા

મોરબી તાલુકામાં 134, વાંકાનેર તાલુકામાં 10, હળવદ તાલુકામાં 04, ટંકારા તાલુકામાં 24 અને માળીયા તાલુકામાં 10 કેસ નોંધાયા છે.

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી પાછો ઉછાળો જોવામાં મળ્યો છે. ગઈ કાલે સંક્રાંત તહેવાર બાદ સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે કુલ 1721 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 182 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

રાહતની વાત એ છે કે મોટાભાગના કોરોના પોઝિટિવ લોકોમાં શરદી ઉધરસના સામાન્ય લક્ષણો જ જોવા મળી રહ્યા છે. જ્યારે આજે 182 નવા કેસોની સામે 51 લોકો સાજા પણ થયા હતા. તેમજ આજે 182 કેસ સાથે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 623 થઈ ગઈ છે.

17 જાન્યુઆરી મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
મોરબી તાલુકા : 63
મોરબી શહેર : 71
વાંકાનેર તાલુકા : 05
વાંકાનેર શહેર : 05
હળવદ તાલુકા : 03
હળવદ શહેર : 01
ટંકારા તાલુકા : 24
ટંકારા શહેર : 00
માળિયા તાલુકા : 10
માળિયા શહેર : 00
કુલ : 182

આ સમાચારને શેર કરો