Placeholder canvas

આવતી કાલે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે

આવતી કાલે 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ ખુલશે

શિક્ષણ બોર્ડની વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર 6357300971 પરથી સવારના 9 કલાકે પરિણામ મેળવી શકાશે:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધો.12 સાયન્સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે તા.2ના મંગળવારે સવારના 9 કલાકે જાહેર કરવામાં આવનાર છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ રાજકોટ સહિત રાજયભરનાં 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવી ખુલશે.

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી સવારના 9 કલાકથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમનું આ પરિણામ મેળવવા માટે પરીક્ષાના બેઠક ક્રમાંક સબમીટ કરી વેબસાઈટ પર તેમના બેઠક ક્રમાંક સબમીટ કરી મેળવી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટસએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

આ સમાચારને શેર કરો