Placeholder canvas

વાંકાનેર: સિટી સ્ટેશન રોડ પાસે જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

વાંકાનેરમાં સિટી સ્ટેશન રોડ પાસે ખુલ્લા પટ્ટમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે સિટી સ્ટેશનરોડ પાસે ખુલ્લા પટ્ટમા આરોપી કાસમભાઇ સલીમભાઇ બસેર, જુમાભાઇ સલેમાનભાઇ ભટ્ટી, અસલમભાઇ સેરમામદભાઇ બ્લોચ, સલીમભાઇ દાઉદભાઇ ઘાંચી, અલિઅસગરભાઇ ઓસ્માનભાઇ શેખ, ફકિરમામદભાઇ ઉમરભાઇ રફાઇ અને ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખને રોકડ રકમ રૂ.૧૨,૩૩૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો