Placeholder canvas

રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે નર્સિંગ છાત્રાની પજવણી કરી બેફામ મારમાર્યો

યુવકે કહ્યું તારે કોઈ છોકરા છોકરી સાથે બોલવું નહીં અને જ્યાં પણ જા ત્યારે વીડિયો કોલ કરવો અને બદનામ કરવાની પણ આપી ધમકી:ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઇ ફરીયાદ

રાજકોટમાં રહેતી અને નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવક સાથે સંપર્ક થયો હતો બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી બાદમાં યુવતીએ મિત્રતા તોડી નાખતા યુવકે જ્યારે યુવતી કોલેજે જાય ત્યારે તેનો પીછો કરી મિત્રતા રાખવા માટે દબાણ કરતો હતો અને એકવાર તેની પાછળ જઇને તેણીને જાહેરમાં ગાળો આપી ઢીકાપાટુનો માર્યો હતો અને તેણીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.જેથી આ બનાવ અંગે યુવતીએ તેમના પરિવારજનોને વાત કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે હેડકોન્સ્ટેબલ રવિભાઈ વાસદેવાણીએ ગુન્હો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે. વધુ વિગતો મુજબ,રાજકોટમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જાવેદ હબીબભાઈ હાલાનું નામ આપ્યું છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવી હતું કે,તે હાલ નર્સિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.વર્ષ 2022 માં જાવેદ હબીબભાઇ હાલાએ ઇન્સ્ટાગ્રામ મારફત તેણીનો સંપર્ક કર્યો હતો. બાદમાં બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ વોટસએપ અને ફોનમાં વાતચીત થતી હતી.ત્યારબાદ મિત્રતા થતા બંને અલગ અલગ જગ્યાએ મળવા પણ જતા હતા. છ માસ પૂર્વે યુવતી કોલેજમાં જવા લાગતાં જાવેદ તેની પાછળ આવતો અને કહેવા લાગ્યો હતો કે તારે કોઈ છોકરા છોકરી સાથે વાત કરવી નહીં તું જ્યાં પણ જા એટલે મને વીડિયો કોલ કરવો અને મને પૂછીને જાવું તેવું કહેવા લાગતા યુવતીએ જાવેદ સાથે મિત્રતા તોડી નાખી હતી.ત્યારબાદ એક દિવસ જાવેદ યુવતીના ઘરે આવ્યો હતો અને તેની સાથે ઝઘડો કર્યો હતો.

પરંતુ તે સમયે ઘરે માતા પિતા હાજર ન હોય યુવતીએ કોઈને વાત કહી ન હતી.ત્યારબાદ પણ જ્યારે સતત યુવતીનો પીછો કરતો હતો અને કહેતો કે બીજા કોઈ સાથે બોલીશ તો હું તને જીવવા નહીં દઉં અને બદનામ કરી નાખીશ અને ફોટા તથા વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો. દરમિયાન ગત તા.29/ 4/2023 ના સવારના યુવતી કોલેજ જતી હતી.ત્યારે માધાપર ચોકડી પાસે જાવેદ બાઈક લઈને તેની પાછળ આવ્યો હતો અને કહ્યું હતું કે,મારી સાથે બોલીશ નહીં તો મજા નહીં આવે મારી સાથે મિત્રતા રાખવી જ પડશે તેમ કહી યુવતી સાથે મારકૂટ કરી હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસે છેડતી,ધમકી અને મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.

આ સમાચારને શેર કરો